મુંબઇમાં નીતા અંબાણી દ્વારા આયોજિત સ્વદેશ સ્ટોરના એક ખાસ ઇવેન્ટમાં બોલિવૂડના સિતારાઓ દેશની હસ્તકળા આધારિત વસ્ત્રો અને આભુષણો પહેરીને હાજર રહ્યાં હતાં. ભારતીય હાથશાળ અને હસ્તકળાના કારીગરોને સમર્પિત કાર્યક્રમમાં ગુજરાતી પટોળા, ઘરચોળા અને બાંધણી સેલિબ્રિટીસમાં છવાયા હતા. નીતા અંબાણીએ આ ઇવેન્ટમાં મોરપીંછ કલરની બનારસી સાડી પહેરી હતી. તેની સાથે તેમણે મીનાકારી અને કટુઆ ટેક્નિકથી બનેલી હેરિટેજ જવેલરી પહેરી હતી. તો અનન્યા પાંડેએ ચમકતી કેસરી બનારસી સાડી અને બ્લાઉઝ પહેર્યાં હતાં, જ્યારે કરીશ્મા કપૂર વ્હાઇટ અને લેમનગ્રીન સાડી પહેરીને પહોંચી હતી. ભૂમિ પેડનેકરે જાંબલી કલરનું હાથકામ કરેલું પટોળું પહેર્યું હતું. તો સોનમ કપૂરે પણ બેબી બમ્પ બતાવવાની સાથે બ્લેક જરદોઝી બોર્ડરવાળી બનારસી સાડી પહેરી હતી. કુશા કપિલા પણ રાણી ઘરચોળું પહેરીને પહોંચી હતી, તો ખુશી કપૂરે બ્રોકેડનું થ્રી-પીસ બ્લેઝર સૂટ પહેર્યો હતો. દીપિકા પણ બીજ અનારકલી સાથે બ્લેક પટોળાના દુપટ્ટામાં પહોંચી હતી. આ ઉપરાંત શ્લોકા અંબાણી, ઇશા અંબાણી, જ્હાન્વી કપૂર, માધુરી દિક્ષિત અને રામ નેને, ગૌરી ખાન, અનીત પડ્ડા, અદિતિ રાવ હૈદરી, જેનિલિયા દેશમુખ અને રિતેશ દેશમુખ, રણવીર સિંહ સહિતના લોકો આ ઇવેન્ટમાં અલગ અલગ લૂકમાં જોવા મળ્યા હતાં.


