હંસલ મહેતાનું ‘સ્કેમ 2.0’ઃ હવે સ્ટેમ્પ પેપર કૌભાંડ ટીવી પરદે

Sunday 14th March 2021 05:51 EDT
 

ઓટીટીની દુનિયામાં તહેલકો મચાવી દેનારી ‘સ્કેમ 1992ઃ ધ હર્ષદ મહેતા સ્ટોરી’ રજૂ કરનાર દિગ્દર્શક હંસલ મહેતાએ હવે સિરીઝની બીજી સિઝન માટે કમર કસી છે. પ્રતીક ગાંધી તરીકે હિન્દી સિનેમાને પ્રોમિસિંગ સ્ટાર આપનારા નેશનલ એવોર્ડ વિજેતા હંસલ મહેતા બીજી સિઝનમાં ૨૦૦૩માં અબ્દુલ કરીમ તેલગીએ આચરેલા અને દેશભરમાં ગાજેલા સ્ટેમ્પ પેપર કૌભાંડની કહાણી રજૂ કરશે. સિરીઝનું કામચલાઉ ટાઈટલ ‘સ્કેમ ૨૦૦૩ઃ ધ ક્યૂરિયસ કેસ ઓફ અબ્દુલ કરીમ તેલગી’ રાખવામાં આવ્યું છે. આ સિરીઝ પત્રકાર સંજય સિંઘના હિન્દી પુસ્તક ‘રિપોર્ટર ડાયરી’ પર આધારિત રહેશે. આ કૌભાંડ સંજય સિંઘે જ ખુલ્લુ પાડ્યું હતું. ‘સ્કેમ ૧૯૯૨’ની જેમ આ નવી સિરીઝનું પણ સોનીલિવના ડિજિટલ પ્લેટફોર્મ પર જ સ્ટ્રીમિંગ થશે.
આ સીરિઝમાં કર્ણાટકના ખાનપુરમાં જન્મેલો તેલગી રાષ્ટ્રવ્યાપી સ્ટેમ્પ પેપર કૌભાંડનો માસ્ટર માઈન્ડ કેવી રીતે બન્યો એ રજૂ કરાશે. આ કૌભાંડ લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું હતું. ‘નટસમ્રાટ’ જેવી મરાઠી ફિલ્મ્સ માટે જાણીતા કિરણ યજ્ઞોપવિતની સંજય સિંઘની સાથે સ્ટોરી લખવા માટે પસંદગી કરવામાં આવી છે. હંસલ મહેલાએ જણાવ્યું હતું કે, ‘સ્કેમ ૧૯૯૨’ની પોપ્યુલારિટી પછી વધુ એક આકર્ષક સ્ટોરીને એક્સપોર કરવાની તક મળી હોવાથી તેઓ
ખુશ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter