જાણીતા રેપર યો યો હની સિંહ આ દિવસોમાં પોતાની અંગત લાઈફને લઈને ફરી ચર્ચામાં છે. તાજેતરમાં, તે ઈજિપ્તની મોડેલ એમ્મા બક્રની બર્થ ડે સેરેમનીમાં જોવા મળ્યો હતો જ્યાં બંનેએ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળ્યા હતા. બસ, ત્યારથી ચાહકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું છે કે તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા હની સિંહનું નામ એક્ટ્રેસ નુસરત ભરૂચા સાથે પણ જોડાયું હતું.
હની સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એમ્મા બક્રના જન્મદિવસની પાર્ટીનો વીડિયો શેર કર્યો છે. આમાં તે એમ્મા બક્ર અને તેના મિત્રો સાથે એક રેસ્ટોરાંમાં જોવા મળે છે. બેકગ્રાઉન્ડમાં તેમનું મિલિયોનેર ગીત પણ વાગી રહ્યું છે. એટલું જ નહીં, બંને એકબીજાનો હાથ પકડીને વાત કરતાં પણ વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર હની સિંહ અને એમ્મા બક્રના ડેટિંગની અફવાઓને વેગ આપ્યો છે. ચાહકો હવે બંને વચ્ચેના સંબંધો વિશે અટકળો લગાવવા લાગ્યા છે. એક સોશિયલ મીડિયા યૂઝરે ટિપ્પણી કરી, ‘સુંદર યુગલ યો યો અને સુંદર એમ્મા... બંને હંમેશા ખુશ રહો.’ આ સિવાય બીજા ઘણા યૂઝર્સે પણ બંને રિલેશનશીપમાં હોવાની વાત કરી હતી.