હમ જુદા હો ગયે...

Wednesday 20th January 2016 06:21 EST
 
 

બોલીવુડની અતિ ચર્ચામાં રહેતી કેટરિના કૈફ અને રણબીર કપૂરની જોડી તૂટી ગઈ છે. આ બ્રેકઅપ પાછળ રણબીરની માતા નીતુ કપૂરના કેટરિના પ્રત્યેના અમગમા સહિતના ઘણા કારણો હોવાનું મનાય છે. તાજેતરમાં જ રણબીર અને કેટને બાલ્કનીમાં કિસ કરતો ફોટો પાપારાઝીઓએ વાયરલ કર્યો હતો ત્યારે બી - ટાઉનમાં તેમના કાયમ ફ્રેશ રહેતા રોમાન્સની ચર્ચા હતી. આ ફોટોના થોડા દિવસ બાદ અચાનક તેમના બ્રેકઅપના સમાચારો આવતાં શો બિઝમાં આશ્ચર્ય ફેલાયું છે. રણબીર-કેટના સંબંધો એટલી હદે વણસ્યા છે કે બંનેએ રણબીરના પ્રોડક્શનની આગામી ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’નું શૂટિંગ પણ સ્થગિત કરી દીધું છે અને રણબીર માતા-પિતાના ઘરે પાછો ફર્યો છે.

કેટ અને રણબીરના બ્રેકઅપ પહેલાં કેટરિના સલમાનને મળી હતી, દરમિયાન કેટે સલમાન સાથે આ બ્રેકઅપ માટે સલાહ લીધી હોવાનું પણ કહેવાય છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter