હવે ડાયમંડ ડીલર નિરવ મોદી પર વેબ સીરિઝ

Wednesday 06th October 2021 07:22 EDT
 
 

ભાગેડુ ડાયમંડ ડીલર નિરવ મોદી વિશેની એક વેબસીરિઝ તૈયાર થઈ રહી છે. નિરવે પંજાબ નેશનલ બેંક સાથે અંદાજે ૨ બિલિયન ડોલરનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે. ઈન્ડિયામાં વોન્ટેડ નિરવ માર્ચ હાલ લંડનમાં કસ્ટડીમાં કેદ અને તેના ભારત પ્રત્યર્પણની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. એબ્ડેન્શિયા એન્ટરટેઈન્મેન્ટ કંપનીએ જર્નલિસ્ટ પવન સી. લાલની બુક ‘ફ્લોડઃ ધ રાઈઝ એન્ડ ફોલ ઓફ ઈન્ડિયાઝ ડાયમંડ મોગલ નિરવ મોદી’ના રાઈટ્સ મેળવ્યા છે અને એના આધારિત ડ્રામેટાઈઝ્ડ્, મલ્ટિ-સીઝન સીરિઝ તૈયાર કરવામાં આવશે. આ પ્રોડક્શન હાઉસના સ્ટેટમેન્ટ અનુસાર અત્યારે સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી રહી છે અને સીરિઝ માટે એક્સાઈટિંગ ક્રિએટિવ ટેલેન્ટને હાયર કરવામાં આવશે
લેખક પવન કહે છે કે આ અત્યંત એક્સાઈટિંગ તક છે અને આ બુકને સ્ક્રિન પર જીવંત કરવાની જર્નીનો હું એક ભાગ હોવાથી હું બહુ જ રોમાંચિત છું. તેમણે વધુ કહ્યું હતું કે, બુકની સંવેદનશીલતાને સિનેમેટિક રીતે કેપ્ચર કરવી એ સરળ નથી, પરંતુ મને એબ્ડેન્શિયા એન્ટરટેઈનમેન્ટ પર પૂરો વિશ્વાસ છે અને મને વિશ્વાસ છે કે, તેઓ એને પૂરેપૂરો ન્યાય આપશે.
સોની લીવની ‘સ્કેમ ૧૯૯૨’માં હર્ષદ મહેતાના જીવન અને ૧૯૯૨ના ઈન્ડિયન સિક્યુરિટીઝ સ્કેમમાં તેની સંડોવણીનું ડ્રામેટાઈઝ્ડ વર્ઝન જોવા મળ્યા બાદ હવે તેના વ્યૂઅર્સને ટૂંક સમયમાં ઈન્ડિયાના બિગેસ્ટ ડાયમંડ મર્ચન્ટ નિરવ મોદીની લાઈફ સ્ટોરી એક્સપ્લોર કરવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter