હવે ધનુષની રાજનીતિમાં એન્ટ્રી?

Saturday 08th August 2026 06:02 EDT
 
 

તમિલનાડુની રાજનીતિમાં અભિનેતા ધનુષની એન્ટ્રીની તેજ અટકળો થઈ રહી છે. મુખ્યમંત્રી વિજયના જ્યોતિષી રિકી રાધન પંડિત વેટ્રીવેલનો દાવો છે કે 2031ની ચૂંટણીમાં વિજય અને ધનુષ વચ્ચે સીધી ટક્કર સંભવ છે. ધનુષે હજુ રાજનીતિ પર કંઈ કહ્યું નથી. પરંતુ, તાજેતરમાં એક ફિલ્મી કાર્યક્રમમાં હજારો પ્રશંસકોને કહ્યું હતું કે આ એકજૂથતા માત્ર ફિલ્મી આયોજનો સુધી સીમિત ન રહેવી જોઇએ. પોતાના વિસ્તારોમાં જનસેવા કરો. ધનુષે પોતાના 43મા જન્મદિવસ પર ગરીબોને મફત ઓટો રિક્ષા આપી હતી. આશરે 30 લોકોને રોજગારી માટે આર્થિક મદદ કરી હતી. ધનુષના નજીકના સૂત્રો જણાવે છે કે તે રાજ્યના પ્રવાસની યોજના બનાવી રહ્યા છે અને ત્યાં પ્રશંસકોને મળશે. જનકલ્યાણના કાર્યો દ્વારા લોકો સાથે જોડાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter