હવે બનશે ‘ધ કાશ્મીર ફાઇલ્સઃ અનરિપોર્ટેડ’

Tuesday 13th December 2022 05:29 EST
 
 

કાશ્મીરી પંડિતોનું દુઃખ લોકો સુધી પહોંચાડનારી ફ્લ્મિ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફરી એક વાર વિવાદોનો ભોગ બની છે. આ વિવાદોની વચ્ચે ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ એક મોટી જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ફિલ્મ ડિરેક્ટરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની આગલી કડી ‘ધ કાશ્મીર ફાઈલ્સઃ અનરિપોર્ટેડ’ પણ બનાવશે. હકીકતમાં ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇંડિયા (IFFI) 2022ના ઈવેન્ટમાં જ્યૂરીમાં સામેલ ઈઝરાયલના ફિલ્મમેકર નદાવ લાપિડે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને વલ્ગર અને પ્રોપોગેન્ડા ફિલ્મ કહીને વિવાદનો પલિતો ચાંપ્યો હતો. લાપિડે કહ્યું કે, મને ધ કાશ્મીર ફાઈલ્સ જોઈને લાગ્યું છે કે આ ફિલ્મ વલ્ગર અને પ્રોપેગેન્ડા બેઝડ છે.
લાપિડના આ નિવેદનથી એટલો વિવાદ ઉભો થયો હતો કે ઇઝરાયલ હાઇ કમિશને સ્પષ્ટતા કરવી પડી હતી કે આતંકવાદ પીડિતોની વ્યથાને વાચા આપતી આ ફિલ્મની ટીકા નદાવ લાપિડનું વ્યક્તિગત મંતવ્ય છે. તે ઇઝરાયલ સરકારનો અભિપ્રાય નથી. એટલું જ નહીં, હાઇ કમિશનરે ફિલ્મના મુખ્ય અભિનેતા અનુપમ ખેરની ઉપસ્થિતિમાં નદાવની ટિપ્પણી અંગે દિલગીરી પણ દર્શાવી હતી. નદાવના આ નિવેદન બાદ લોકો બે વિભાગમાં વહેંચાઈ ગયા હતા, જેમાંથી એકે ફિલ્મને સપોર્ટ કર્યો હતો, જ્યારે બીજા વર્ગે નદાવ સાથે સંમતિ દર્શાવી હતી. નિવેદન પર પોતાની સહમતી દર્શાવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter