હવે શંકર મહાદેવનના ‘બ્રેથલેસ’ હનુમાન ચાલીસા

Saturday 23rd April 2022 05:18 EDT
 
 

છેલ્લા બે દાયકાથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના સંગીત અને ગાયકીથી અલગ સ્થાન બનાવનાર પદ્મશ્રી શંકર મહાદેવન તેમના ચાહકો માટે ફરી એક વાર બ્રેથલેસ લઈને આવ્યા છે. શનિવારે હનુમાન જયંતિની ઉજવણી પહેલા શંકર મહાદેવને વીડિયો દ્વારા હનુમાન ચાલીસાનું બ્રેથલેસ વર્ઝન લોન્ચ કર્યું છે. 1998માં શંકર મહાદેવને લોન્ચ કરેલા બ્રેથલેસ સોંગના કારણે તેમને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ મળી હતી અને તેઓ ત્યાર પછી તે જયારે પણ કોઈ પ્રોગ્રામમાં પહોંચે છે ત્યારે તેમની પાસે બ્રેથલેસ ગાવાની ડિમાન્ડ કરવામાં આવે છે. હવે, ભગવાન હનુમાનના ભક્તિ અને શક્તિના પ્રતીક ગણાતા હનુમાન ચાલીસાનું બ્રેથલેસ ગાઈને એમાં તેમણે અનોખી ઊર્જા ભરી છે. યુટ્યુબ પર રિલીઝ થયેલ આ મ્યુઝિક વીડિયોને ચોવીસ કલાકમાં જ દોઢ લાખથી વધુ વ્યુઝ મળી ગયા હતા.
શંકર મહાદેવને તેમના કરિયરમાં અનેક હિટ સોંગ્સને તેમનો મધુર આવાજ આપ્યો છે. ખાસ કરીને 'તારે જમીન પર' ના ગીત 'મા’ માટે તેમને નેશનલ અવોર્ડ સાથે નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ, તેમણે દિલ ચાહતા હૈ, કલ હો ના હો, હે બેબી, બંટી ઓર બબલી, ભાગ મિલ્ખા ભાગ જેવી અનેક હિટ ફિલ્મોમાં મ્યુઝિક ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. આ વીડિયો નિહાળવા સર્ચ કરો વેબલિન્કઃ bit.ly/37rdqlj


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter