હવે સિલ્વર સ્ક્રીન પર યામી-પ્રતીકની જોડી

Saturday 21st August 2021 08:07 EDT
 
 

હર્ષદ મહેતાની વેબસિરીઝથી નાના પરદે છવાઇ ગયેલો પ્રતીક ગાંધી ધીમે ધીમે બોલિવૂડમાં પગરણ માંડી રહ્યો છે. પ્રતીકની પ્રતિભાથી બહુ જ પ્રભાવિત આદિત્ય ધર આગામી ફિલ્મમાં પત્ની યામી ગૌતમ અને પ્રતીક ગાંધીને ચમકાવી રહ્યો છે. ફિલ્મનું શિર્ષક છે - ‘રાત બાકી’. આમ તો આદિત્યે ૨૦૧૬માં જ આ ફિલ્મ બનાવાનું વિચાર્યું હતું અને ત્યારે તે કેટરિના કૈફ અને ફવાદ ખાનને કાસ્ટ કરવાનો હતો. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને તેણે આ લવસ્ટોરી ડ્રામા અટકાવી દીધો હતો. હવે આદિત્યે ફરીથી પોતાનો આ પ્રોજેક્ટ પત્નીને મુખ્ય રોલમાં લઇને શરૂ કર્યો છે. ફિલ્મની સ્ટોરી આદિત્ય ધરના જીવનની ઘણી નજીક છે. આ ફિલ્મનું નિર્માણ રોની સ્ક્રુવાલા સાથે આદિત્ય કરી રહ્યો છે. ફિલ્મનું દિગ્દર્શન જોકે આદિત્ય કરવાનો નથી. હાલ તે પોતાની આવનારી ફિલ્મ ‘અશ્વત્થામા’ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મની સત્તાવાર ઘોષણા બહુ જલદી કરવામાં આવશે તેમ મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter