હવે ‘બેબો’નું ઓટીટી ડેબ્યૂ

Friday 25th March 2022 05:38 EDT
 
 

પહેલાં પતિદેવ સૈફ અલી ખાન અને હવે પત્ની કરીના કપૂર ખાન. ઓટીટી પ્લેટફોર્મ બધા કલાકારોને આકર્ષી કર્યું છે. ‘બેબો’ સુજોય ઘોષની મર્ડર મિસ્ટ્રી ફિલ્મ સાથે ડિજિટલ ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે. કરીના હાલમાં બહેન કરિશ્મા તથા બંને બાળકો સાથે માલદિવ્સમાં વેકેશન મનાવી રહી છે. કરીના કપૂર ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ પુસ્તક પર આધારિત ફિલ્મમાં કામ કરવાની છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મમાં કરીનાની સાથે જયદીપ અહલાવત, વિજય વર્મા જોવા મળશે. કરીનાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર આ અંગે જાહેરાત કરી હતી. વીડિયોમાં કરીના ફિલ્મની ક્રૂ સાથે જોવા મળે છે. આ ફિલ્મ જાપાનીઝ લેખક કેઇગો હિગાશિનોના પુસ્તક પર આધારિત છે. ૨૦૦૫માં પ્રકાશિત આ બૂક બેસ્ટ સેલર રહી ચૂક્યું છે અને અનેક એવોર્ડ જીત્યા હતા. આ સિવાય કરીના કપૂર લાલસિંહ ચઢ્ઢામાં જોવા મળશે. આ ઉપરાંત કરીના ડિરેક્ટર હંસલ મહેતાની ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મથી કરીના પ્રોડયૂસર તરીકે ડેબ્યૂ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter