શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી-થ્રી’ ફિલ્મ બનવાની તો જાહેરાત થઇ ગઇ છે પરંતુ, એ પહેલાં આ ફિલ્મ માટે માહોલ જમાવવાના એક તુક્કા તરીકે ‘સ્ત્રી’ ફિલ્મનું એક એનિમેટેડ વર્ઝન થિયેટર્સમાં રજૂ કરાશે. શ્રદ્ધા કપૂર તાજેતરમાં એક ઈવેન્ટમાં તેના ‘સ્ત્રી’ના ગેટ અપમાં હાજર રહી હતી અને તેણે આ જાહેરાત કરી હતી. આ એનિમેટેડ વર્ઝનના છેલ્લા સીનમાં જ ‘સ્ત્રી-થ્રી’નો પહેલો સીન હશે. મતલબ કે એનિમેટેડ ફિલ્મને આ રીતે ફીચર ફિલ્મ સાથે સાંકળી લેવામાં આવશે.
શ્રદ્ધાની ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી-ટુ’ બંને ફિલ્મ હિટ થઈ ચૂકી છે. આ ફિલ્મોથી શ્રદ્ધાની કેરિયર ઊંચકાઈ હતી. સાથે સાથે તેના દ્વારા બોલીવૂડમાં હોરર કોમેડી ફિલ્મોનો ટ્રેન્ડ શરૂ થયો હતો. હાલ બોલીવૂડના મોટાભાગના પ્રોડયૂસર તથા કલાકારો હોરર કોમેડીની ફોર્મ્યૂલાને વટાવી લેવાની હોડમાં છે.