બોલિવૂડ અભિનેતા ગોવિંદા અને તેની પત્ની સુનીતા આહૂજા લાંબા સમયથી લગ્નબંધનમાં બંધાયેલા રહ્યા છે. જોકે થોડા સમયથી સુનીતા અને ગોવિંદા અલગ થવાની વાત છાશવારે અખબારોમાં ચમકતી રહી છે.
આ વિવાદાસ્પદ મામલે સુનીતા અનેકવખત સ્પષ્ટતા પણ કરી ચૂકી છે કે આવું કાંઈ જ નથી, છતાં એક યા બીજા સમયે તેને આને આ જ પ્રશ્ન પૂછાતો રહે છે.
થોડા દિવસ પહેલાં પણ આવું જ બન્યું એક પોડકાસ્ટમાં ફરી સુનિતાને તે સવાલ પૂછવામાં આવ્યો. સવાલનો જવાબ આપતાં સુનીતાએ ગોવિંદાના અફેરની અફવાઓ વિશે વાત કરી છે. સુનીતાએ કહ્યું કે, તેણે પણ અફેર વિશે સાંભળ્યું તો છે. કોઈક મરાઠી અભિનેત્રી છે પરંતુ પોતે ગોવિદાને રંગે હાથે ઝડપી ના લે ત્યાં સુધી માનશે નહીં.
આ પછી પોડકાસ્ટમાં સુનીતાને એમ પૂછવામાં આવ્યું કે મીડિયા ઘણા સમયથી બકવાસ કરી રહી છે કે બંને અલગ થઈ રહ્યા છે. બંને વચ્ચે લડાઈ ચાલી રહી છે. સુનીતાએ આનો પણ જવાબ આપતાં કહ્યું કે, ‘હું મીડિયાને 10-10 વાર કહી ચૂકી છું કે સાંભળ્યું તો મેં પણ છે પરંતુ જ્યાં સુધી હું મારી આંખોથી ના જોઉં, ગોવિદાને રંગેહાથે ઝડપી ના લઉં ત્યાં સુધી કંઈ પણ કહી શકું નહીં.’


