મલાઈકા અરોરાએ સોરાબ બેદી કે પછી હર્ષ મહેતા સાથે અફેર હોવાની અફવા ફગાવી દીધી છે. મલાઈકા હર્ષ મહેતા સાથે કેટલીક ઈવેન્ટમાં જોવા મળી હતી તથા બંને વિદેશમાં પણ સાથે હોવાનું કેટલીક તસવીરો પરથી સ્પષ્ટ થયું હતું. આ પછી બંને વચ્ચે અફેરની અફવા ચાલુ થઈ હતી. જોકે આના થોડાક દિવસો પછી મલાઈકા અને સોરાબ બેદી સાથે ડાન્સ કરી રહ્યાં હોય તેવો એક વીડિયો વાયરલ થતાં તેમનાં અફેરની પણ અફવા ચગી હતી. જોકે મલાઈકાએ આ તમામ અફવાઓને પાયાવિહોણી ગણાવી છે. મલાઇકાના કહેવા મુજબ હું અને મારો પુત્ર અરહાન હવે આવી અફવાઓને હસવામાં કાઢીએ છીએ. ઉલ્લેખનીય છે કે અગાઉ મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચે લાંબા સમય સુધી અફેર રહ્યું હતું. બાદમાં બન્ને છૂટા પડી ગયા હતા.


