હું ‘ગોલ્ડ ડિગર’ નથીઃ શિલ્પાએ ટ્રોલર્સને ઝાટક્યા

Wednesday 13th March 2024 08:42 EDT
 
 

શું શિલ્પાએ નાણાં માટે રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા હતાં? આ મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. જ્યારે જ્યારે મોકો મળ્યો છે ત્યારે ત્યારે ટ્રોલર્સે સોશિયલ મીડિયા પર શિલ્પા પર નિશાન તાકવાનું ચૂક્યા નથી. જોકે હવે શિલ્પાએ પણ જડબાતોડ જવાબ આપ્યો છે. રાજ કુંદ્રા સાથે લગ્ન પછી સોશિયલ મીડિયા પર ‘ગોલ્ડ ડિગર’ કહીને ટ્રોલ કરાતી શિલ્પા શેટ્ટીએ આખરે આ બાબતે મૌન તોડયું છે. તેણે ટ્રોલર્સની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, ‘નાણાં ક્યારેય મારા જીવનના નિર્ણાયક પરિબળ રહ્યા નથી.’ શિલ્પાએ જણાવ્યું હતું કે, ‘મેં રાજ સાથે લગ્ન કર્યા ત્યારે ગૂગલ અનુસાર તે 108મા યુવા અથવા સૌથી ધનાઢ્ય બ્રિટિશ ભારતીય હતા. જોકે, લોકો શિલ્પા શેટ્ટી અંગે ગૂગલ પર માહિતી શોધવાનું ભૂલી ગયા છે. હું પણ એ વખતે બહુ અમીર હતી. હું આજે પણ સમૃદ્ધ છું અને મારો આવકવેરો, જીએસટી અને અન્ય તમામ ચુકવણી જાતે કરું છું.’ તેણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મારા પતિ સમૃદ્ધ છે, પણ પૈસા ક્યારેય મારા જીવનમાં નિર્ણાયક પરિબળ રહ્યું નથી. વધુમાં મેં રાજ સાથે લગ્ન કર્યા ત્યારે તેનાથી પણ ધનવાન લોકો મને રિઝવવા માટે સક્રિય હતા.’ ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટીએ તાજેતરમાં રોહિત શેટ્ટીની સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ દ્વારા ઓટીટી પર એન્ટ્રી કરી છે. સીરિઝ રોહિત શેટ્ટીની ‘કોપ યુનિવર્સ’નો ભાગ છે અને તેમાં શિલ્પા શેટ્ટી ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીના વડાની ભૂમિકામાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter