ભારતમાં કોરોનાની બીજી લહેર દેશવાસીઓ માટે ઘાતક નીવડી છે. તેવામાં દાનવીર લોકો પોતાની રીતે સરકાર તથા લોકોને સહાય પહોંચાડી રહ્યા છે. હૃતિક રોશન પણ ટ્વિન્કલ ખન્ના સાથે મળીને પીડિતોને મદદ કરી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ટ્વિન્કલ ખન્નાએ હૃતિકની એક તસવીર પોસ્ટ કરી છે. સાથે તેણે ટાંક્યુ છે કે, પડોશીને મદદ કરવા તત્પર રહેતા અન્ય પડોશી. આગળ વધીને દરેક પોતપોતાના પડોશીઓને મદદ કરે, મારો પડોશી હૃતિક રોશન પણ અમારી મદદ કરી રહ્યો છે, એ માટે તાળીઓ. જોકે ટ્વિન્કલે હૃતિકના ડોનેશનની કોઇ જાણકારી આપી નથી.
હૃતિકે ટ્વિન્કલની આ પોસ્ટ પર લખ્યું હતુંઃ મને સદકાર્ય કરવાની તક આપી એ બદલ હું તારો આભાર માનું છું. તારા આ સહાય કાર્ય બદલ હું તારા માટે ગર્વ અનુભવું છું. ઉલ્લેખનીય છે કે હૃતિક રોશન અને ટ્વિન્કલ સાથે મળીને સાર્વજનિક હોસ્પિટલોમાં ઓક્સિજન કન્ટેનર્સની સુવિધા પહોંચાડી રહ્યા છે.
હાલ કોરોના પીડિતો માટે ઓક્સિજનની જે અછત ઊભી થઇ છે તે પરિસ્થિતિમાં તેમનું આ યોગદાન ખરેખર વખાણવાલાયક છે.