હૃતિક રોશન રિયાલિટી શોના કન્સેપ્ટથી ખુશ થયોઃ પ્રમોશનના પૈસા ન લીધા

Tuesday 03rd November 2020 13:51 EST
 
 

સુપરસ્ટાર હૃતિક રોશન ટૂંક સમયમાં સિંગિંગ રિયાલિટી શો 'તારે જમીન પર'ના પ્રમોશનમાં જોવા મળશે. બોલિવૂડમાં ચર્ચા છે કે, આ શોનો કન્સેપ્ટ હૃતિકને એટલો ગમ્યો કે તેણે પ્રમોશન માટે ફી લેવાની જ ના પાડી દીધી. શો સાથે જોડાયેલા ક્રૂમાંથી કેટલાકે જણાવ્યું કે, આ રિયાલિટી શોની ખાસિયત છે કે તેમાં કોઈપણ પ્રકારની એલિમિનેશન પ્રોસેસ નહીં હોય. જેટલા પણ બાળકોએ શોમાં ભાગ લીધો છે તે શોના અંત સુધી રહેશે. મેન્ટર્સ શંકર મહાદેવન, ટોની કક્કર અને જોનીતા ગાંધી આ બાળકોમાં રહેલા તેમના ટેલેન્ટને નિખારશે. શોની પ્રમોશનલ સ્ટ્રેટેજી મુજબ, મેકર્સે અમુક બોલિવૂડ એક્ટર્સને આ કન્સેપ્ટ જણાવ્યો જેમાં હૃતિક રોશનનો પણ સમાવેશ થતો હતો. શોની ટીમે સપોર્ટ માટે હૃતિકનો સંપર્ક કર્યો તો કન્સેપ્ટ સાંભળી તે ખૂબ ખુશ થયો. તેણે પોતે આ શોનો પ્રોમો તેના ઘરે થોડા દિવસ પહેલાં શૂટ કર્યો જેમાં તે બાળપણની કવિતા સંભળાવી રહ્યો છે. તેણે આ શોના પ્રમોશન માટે કોઈપણ પ્રકારની ફી ન લીધી. હૃતિકને એ વાત ખૂબ ગમી કે, શોમાં કોઈ એલિમિનેશન પ્રોસેસ નથી. હૃતિકે ફી ન લીધી તેથી શોના મેકર્સ પણ ઘણા અચંબિત થયા હતા. હૃતિક રોશન સિવાય ક્રિકેટર કપિલ દેવ, બોલિવૂડ ડિરેક્ટર- કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, ટીસ્કા ચોપરા, હેમા માલિની અને ઈશા દેઓલે પણ શોના પ્રોમો માટે શૂટિંગ કર્યું છે.  ખાસ વાત એ છે કે મોટાભાગના સેલિબ્રિટીએ પણ પ્રોમો માટે હૃતિક પછીથી ફી લેવાની ના પાડી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter