હૃતિક રોશન સિંગર સબા સાથે લગ્ન કરશે?

Wednesday 16th March 2022 05:36 EDT
 
 

હૃતિક રોશન આજકાલ તેની ફિલ્મ કરતાં અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં છે. તે પોતાના કરતાં ૧૭ વરસ નાની યુવતી સિંગર સબા આઝાદ સાથે ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ છે. શરૂઆતમાં તો સબાએ જાહેરમાં લોકોથી પોતાનો ચહેરો છુપાવ્યો હતો, પરંતુ હવે તે તે હૃતિકના પરિવાર સાથે પણ જોવા મળે છે. તાજેતરમાં તે હૃતિકના પરિવાર સાથેના લન્ચમાં સામેલ થઇ હતી, જેની તસવીર હૃતિકના કાકા રાજેશ રોશને સોશ્યલ મીડિયા પર શેર કરી હતી. હૃતિક અને સબા પોતાના સંબંધોને લઇને જાહેરમાં ભલે કોઇ વાત કરતા નથી, પરંતુ તેઓ આ સંબંધ અંગે ગંભીર છે. લોકોએ તેમના લગ્ન વિશે વાત અટકળો કરવાની શરૂ કરી દીધી છે. હૃતિક અને સબાના એક ખાસ મિત્રે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, બન્ને એકબીજાને પસંદ કરે છે. એટલું જ નહીં, અભિનેતાના પરિવારને પણ સબાનો સ્વભાવ પસંદ પડયો છે. તેમજ સબાની ગાયકી પણ તેમને ગમી છે. થોડા દિવસો પહેલા સબા હૃતિકના ઘરે ગઇ હતી ત્યારે તેણે એક મ્યુઝિક સેશન પણ રાખ્યું હતું અને પરિવારને પણ તે પસંદ પડયું હતું. હાલ તેઓ સાથે છે, પરંતુ લગ્ન કરવાની તેમને ઉતાવળ નથી. હૃતિક અને સબાની મુલાકાત ટ્વિટર પર શરૂ થઇ હતી. આ પછી બન્નેએ એકબીજાને મળવાનું શરૂ કર્યું હતું અને ધીરે ધીરે એક બીજાને પસંદ કરવા લાગ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter