હૃતિક - સુઝાન ફરી ભેગા થશે?

Saturday 22nd January 2022 05:43 EST
 
 

હૃતિક રોશન અને સુઝાન ખાનના ડિવોર્સને ખાસ્સો સમય થઈ ગયો છે, પરંતુ આ એક્સ-કપલ હંમેશા એકબીજા પ્રત્યે કોર્ડિઅલ રહ્યું છે. સોશિયલ મીડિયાથી માંડીને રિઅલ લાઈફ સુધીના દરેક તબક્કે તેઓ સારા ફ્રેન્ડ બની રહ્યા છે અને જરૂરિયાતના સમયે એકબીજાની સાથે ઊભાં છે. તાજેતરમાં હૃતિકે સુઝાનના ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. જેના કારણે આ કપલ ફરી ભેગું થઇ રહ્યું હોવાની વાતો વહેતી થઇ છે. જોકે આ અંગે રાકેશ રોશનનું કહેવું છે કે અલગ પડેલા કપલ માટે હૃતિક અને સુઝાન બેન્ચમાર્ક ઊભો કરી રહ્યા છે. કોર્ટમાં ડિવોર્સ પછી પણ હૃતિકે સુઝાન માટે કારનો દરવાજો ખોલ્યો હતો આ તેનું કેરેક્ટર બતાવે છે. જેવી રીતે તે મારા પગને સ્પર્શ કરે છે, તે જ રીતે મહિલાઓનું પણ સન્માન કરે છે. હૃતિક નવી લાઈફની શરૂઆત કરશે કે કેમ તે અંગે રાકેશે કહ્યું હતું કે, નસીબમાં લખ્યું હોય તે થાય છે અને તેમાં કોઈ ફરક પડે તેવી તેમની ઈચ્છા નથી. હૃતિકની લાઈફમાં જે થશે એ તેના માટે સારું જ રહેશે અને હૃતિક આખી જિંદગી દરમિયાન જેવો છે તેવો જ રહેવો જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, હૃતિક જે રીતે બાળકોને સમય આપે છે અને વેકેશનમાં તેમની સાથે જાય છે તે જોઈને લાગે છે કે, હૃતિક જે પ્રકારે બાળકોની કાળજી રાખે છે, તેવી કાળજી મારે પણ રાખવી જોઈતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter