હૃતિકની હવે નજર છે આંતરરાષ્ટ્રીય પરદે

Wednesday 09th December 2020 07:51 EST
 
 

હૃતિક રોશનની ‘સુપર ૩૦’ ફિલ્મ સાલ ૨૦૧૯માં રિલીઝ થઈ હતી. સુંદર વિષય અને પ્રશંસનીય અભિનયે ફિલ્મચાહકોના દિલ જીતી લીધા હતા. બોક્સ ઓફિસ પર રૂપિયા ૧૫૦ કરોડનું કલેક્શન કરનાર આ ફિલ્મ અંગે અહેવાલ છે કે તેને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવાની તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ્સને સાચા માનીએ તો, હૃતિક રોશન આનંદ કુમારની અંગ્રેજી વર્ઝન દ્વારા ઈન્ટરનેશનલ ડેબ્યુ કરી રહ્યો છે. આ ઇંગ્લિશ વર્ઝન કેનેડિયન રાઈટર બીજૂ મેથ્યની સુપર ૩૦ ક્લાસના સ્થાપક-સંચાલક આનંદ કુમાર પર લખાયેલી બાયોગ્રાફી આધારિત હશે. વળી, આ ફિલ્મનું શૂટિંગ માત્ર પટણામાં જ કરવામાં આવશે. આ પહેલાની હિન્દી ફિલ્મના દૃશ્યોનું શૂટિંગ બનારસ અને દેશના અન્ય શહેરોમાં કરવામાં આવ્યું હતું. બાયોપિક આધારિત આ ઇન્ટરનેશનલ ફિલ્મને આનંદ કુમાર રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ સાથે મળીને કો-પ્રોડ્યુસ કરવાના છે. ઉલ્લેખનીય છે કે હૃતિકને આ પહેલા પણ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ મળ્યા છે, જે તેણે સ્વીકાર્યા નહોતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter