હેમા માલિનીએ તેનો ૭૨મો જન્મદિવસ ઉજવ્યો

Friday 23rd October 2020 06:47 EDT
 
 

હેમા માલિની ૧૬મી ઓકટોબરે ૭૨ વરસનાં થયાં છે. તેમનો જન્મ ૧૬ ઓકટોબર ૧૯૪૮માં થયો હતો. દક્ષિણ ભારતીય હેમા માલિનીએ બોલિવૂડમાં સારી એવી સફળતા મેળવી છે. હવે હેમા માલિની સાંસદ સભ્ય છે. હેમાએ ૨૦૧૯ના ચૂંટણી દરમિયાન પોતાની સંપત્તિ દર્શાવી હતી તે અનુસાર તેની પાસે બંગલા, જ્વેલરી, રોકડ વગેરે છે. તેમની પાસે મર્સિડીસ અને ટોયોટા જેવી લકઝરી કાર છે. હેમા માલિનીએ રૂ. ૨૫૦ કરોડની સંપત્તિ વર્ષ ૨૦૧૯માં દર્શાવી હતી. સંપત્તિમાં ૨૦૧૪થી ૨૦૨૦ સુધીમાં રૂ. ૭૨ કરોડનો વધારો દર્શાવ્યો હતો. હેમાએ પરણિત અભિનેતા ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પછી તેઓ ક્યારેય ધર્મેન્દ્રનાં પત્નીને મળ્યાં નથી. હેમા હવે ફિલ્મની કારકિર્દી છોડીને રાજકારણમાં વ્યસ્ત છે જ્યારે ધર્મેન્દ્ર હાલમાં પોતાના ફાર્મહાઉસમાં સમય પસાર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter