હોલીવૂડ ફિલ્મમાં પ્રિયંકા પંજાબ દી કૂડી

Sunday 17th July 2022 06:13 EDT
 
 

પ્રિયંકા ચોપરાને હોલીવૂડમાં એક નવી ફિલ્મ મળી છે. આ ફિલ્મમાં તે પંજાબી યુવતીનો રોલ ભજવવાની છે. હોલીવૂડ અભિનેત્રી મિન્ડી ક્લિંગની કઝીનના રોલમાં તે જોવા મળશે. હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન મિન્ડી કલિંગે પ્રિયંકાની આગામી હોલીવૂડ ફિલ્મને લઇને વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતુ કે, હું અને પ્રિયંકા આવનારા સમયમાં એક રોમેન્ટિક અને કોમેડી ફિલ્મમાં એકસાથે જોવા મળવાના છીએ. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા મારી કઝીનની ભૂમિકામાં હશે. એટલું જ નહીં, તે પંજાબી યુવતીનું પાત્ર ભજવી રહી છે. મારો રોલ પણ આ ફિલ્મમાં ભારતીય-અમેરિકી બંગાળી યુવતી પર આધારિત છે. ફિલ્મની વાર્તા ધામધૂમથી થતા ભારતીય લગ્ન પર આધારિત છે. મિન્ડીએ જ આ ફિલ્મની વાર્તા લખી છે. જેમાં તેણે ભારતીય સંસ્કૃતિ અને કલ્ચરની ઝલક પણ સમાવી છે.
હોલીવૂડમાં ભારતીય કલાકારોને સામાન્ય રીતે વાર્તામાં એશિયન પાત્રની જરૂર હોય ત્યાં ફિટ કરી દેવાય છે. જોકે તેમને તેમની અભિનય ક્ષમતાના કરતાં પણ વંશીયતા કે વર્ણના આધારે રોલ મળે છે. થોડા સમય પહેલાં અભિનેતા આદર્શ ગૌરવે પણ આ બાબતે વાંધો ઉઠાવતાં કહ્યુ હતું કે તેને ફિલ્મોમાં એક જ પ્રકારના એશિયન પાત્રોના રોલ ઓફર થઈ રહ્યા છે પરંતુ હવે તે એવા રોલ સ્વીકારવાનો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter