૪૫ વર્ષની વયે ૨૫ વર્ષ જેવી ફિટનેસ

Thursday 26th November 2020 06:33 EST
 
 

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેને ૪૫મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. ફિલ્મી પરદાથી એક દસકાથી દૂર રહેવા છતાં સુસ્મિતા સેન સોશિયિલ મીડિયાની મદદથી ફેન્સ સાથે કનેક્ટેડ છે. ઈન્સ્ટા લાઈવથી તે હંમેશા લોકો સાથે વાત કરે છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ ઘણી વાર વાઈરલ થતી રહે છે. એક્ટ્રેસની ઉંમર ભલે ૪૫ વર્ષની હોય, પરંતુ તેમની ફિટનેસ અને સ્માર્ટનેસ આજેય ૨૫ વર્ષની એક્ટ્રેસને ટક્કર મારે તેવાં છે. બર્થડે નિમિત્તે સુસ્મિતાની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો ૧૯ નવેમ્બર ૧૯૭૫ના રોજ તેનો જન્મ થયો હતો. તેમના પિતા શુભ સેન ઈન્ડિયન એરફોર્સમાં વિંગ કમાન્ડર હતા જ્યારે માતા શુભ્રા સેન જ્વેલરી ડિઝાઈનર હતા. બંગાળી ફેમિલીમાંથી આવતી સુસ્મિતા ૧૯૯૪માં મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી હતી. મિસ યુનિવર્સ બનેલી પહેલી ભારતીય યુવતીનું ગૌરવ સુસ્મિતના નામે છે. આ પછી સુસ્મિતાએ ‘દસ્તક’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. આ પછી ‘ચિંગારી’,‘ બીબી નં-૧’, ‘મૈંને પ્યાર ક્યોં કિયા’, ‘મૈં હૂં ના’, ‘સિર્ફ તુમ’, ‘આંખે’ જેવી ઘણી ફિલ્મોમાં તેણે કામ કર્યું છે. મોટા પડદા પર છેલ્લે તે ‘નો પ્રોબ્લેમ’માં દેખાઈ હતી.
છેલ્લા ૧૦ વર્ષથી તે ફિલ્મોથી દૂર છે. જોકે તાજેતરમાં તે ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થયેલી ‘આર્યા’ સીરિઝમાં નજરે પડી હતી. સુસ્મિતાએ મેરેજ તો નથી કર્યા, પરંતુ આલિશા અને રેને નામની દીકરીઓને દત્તક લીધી છે. તે હંમેશા પોતાની ડોટર્સ સાથે ફોટોઝ શેર કરતી રહે છે. આજકાલ તે કાશ્મીરી હોમન શોલ સાથે ડેટ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter