અભિનેતા, ગાયક, તથા રાજકારણી મનોજ તિવારી ૩૦ ડિસેમ્બરે બીજી વખત પિતા બન્યા. આ પ્રસંગે ભાવુક થઈને ૪૯ વર્ષીય મનોજ તિવારીએ કહ્યું કે, આઠ મહિના પહેલાં એપ્રિલ માસમાં લોકડાઉનમાં ખૂબ જ સાદગીથી મારા અને સુરભિના લગ્ન થયાં હતાં.
સુરભિ મનોજ તિવારીના વ્યાવસાયિક કામકાજ માટે એડમિનિસ્ટ્રેટિવ તરીકે કામ કરતી હતી. તે ગાયિકા પણ છે અને તેણે મનોજ તિવારીના એક મ્યુઝિક વીડિયોમાં અવાજ પણ આપ્યો છે. મનોજ તિવારીએ કહ્યું કે, મારી મોટી દીકરી ઋતિએ સલાહ આપી હતી કે મારે અને સુરભિએ લગ્ન કરી લેવા જોઈએ. મનોજ તિવારીએ કહ્યું કે, હું અને મારી પ્રથમ પત્ની પરસ્પર સંમતિથી છૂટા પડ્યાં છીએ. ઋતિ માતાની સાથે જ રહે છે. તે તેની નાની બહેનને જોવા માટે પણ ઉત્સુક હતી તેથી તેના મામા સાથે તે નાની બહેનને જોવા પણ પહોંચી અને તેની નાની બહેનનું નામ પણ તે જ રાખશે.