બોલિવૂડ સિંગર મિકા સિંહ તેના સુપર હીટ ગીતો માટે જાણીતો છે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ જ કામ ન મળ્યું હોવાથી મિકા સિંહ દુઃખી દુઃખી છે. મિકા કહે છે કે કહ્યું કે, તેને છેલ્લાં ૮ મહિનાથી કોઈ જ કામ નથી મળ્યું. એક ઈન્ટરવ્યૂ દરમિયાન મિકા સિંહે તેની આગામી ફિલ્મ ‘સયોની’ અંગે કહ્યું કે, હું ખરેખરમાં ખૂબ ઉત્સાહીત છું અને આ ફિલ્મના રિલીઝની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. લોકડાઉનમાં મારા જેવા ઘણા લોકો ઘરે બેસી બેસીને કંટાળી ગયા હશે. મને છેલ્લા ૮ મહિનાથી કોઈ કામ નથી મળ્યું, પણ મને વિશ્વાસ છે કે મારા જેવા બીજા ઘણા લોકો છે.
લોકોએ ઘણા લાંબા સમયથી થિયેટરમાં ફિલ્મ નથી જોઈ. આ સમયમાં મેં જે એક પપ્પી સોન્ગ ગાયું છે તેના માટે જ્યારે મારો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે મને ખાસ પસંદ ન પડ્યું. જોકે આ પછી મેં આ ગીતને ૩-૪ વખત ગણગણાવ્યું ત્યારબાદ મને ખૂબ મજા પડી.