૮૫ વર્ષના ધરમપાજીનો તરવરાટ

Friday 18th June 2021 04:00 EDT
 
 

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની ઉંમર ૮૫ વર્ષ છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ અવારનવાર ફોટો અને વીડિયો શેર કરતા રહે છે. હાલમાં જ તેઓએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ સ્વિમિંગ પૂલમાં વોટર એરોબિક્સ કરતા નજરે પડે છે. ફેન્સે આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે. ધર્મેન્દ્રે વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છેઃ મિત્રો, તમારા આશીર્વાદ અને તમારી શુભકામનાઓ. મેં યોગ અને હલ્કીફુલ્કી એક્સરસાઈઝ કરવાની સાથે સાથે જ વોટર એરોબિક્સ કરવાનું શરૂ કરી દીધું છે. સારું સ્વાસ્થ્ય ઉપરવાળાની મહેર છે, જે અવિરત વરસતી જ રહે છે. ખુશ રહો, સ્વસ્થ રહો અને તાકાતથી ભરપૂર રહો.’ આપ સહુ પણ આ વીડિયો જોઇ શકો છો. ગૂગલ સર્ચ કરો આ વીડિયો લિન્કઃ bit.ly/3ivLEYf


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter