‘અજેયઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ યોગી’નું ટીઝર રિલીઝ

Monday 14th July 2025 08:32 EDT
 
 

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવનથી પ્રેરિત અને શાંતનુ ગુપ્તાનાં બેસ્ટ સેલર પુસ્તક બેસ્ટસેલર ‘ધ મોન્ક હુ બીકેમ ચીફ મિનિસ્ટર’ પર આધારિત ફિલ્મ ‘અજેય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ યોગી’નું ટ્રેલર રિલીઝ કરાયું છે. આ ફિલ્મ રિતુ મેંગી દ્વારા નિર્મિત અને રવિન્દ્ર ગૌતમ દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.
આ ટીઝરમાં એક એવા માણસની અજાણી યાત્રાની પ્રથમ ઝલક મળે છે જેણે અનેક અવરોધોનો સામનો કરીને એક દંભી સિસ્ટમને પડકારી, માફિયા રાજની કમર તોડી અને પરિવર્તનની દીવાદાંડી તરીકે ઉભરી આવ્યા છે, યોગી આ સિસ્ટમને ધરમૂળથી સાફ કરવાના મિશન પર છે.
ફિલ્મમાં અભિનેતા અનંત વિજય જોશી યોગીનું મુખ્ય પાત્ર ભજવે છે. ટીઝરમાં તેમના અભિનયે ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે અને લોકોની ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ પણ ગમી છે. આ એક પોલિટિકલ બાયોપિક છે. ટીઝરમાં યોગી આદિત્યનાથ દ્વારા કરાતા ‘જનતા દરબાર’નો પણ ઉલ્લેખ છે. આ ફિલ્મમાં પરેશ રાવલ, દિનેશલાલ યાદવ નિરહુઆ, અજય મેંગી, રાજેશ ખટ્ટર, પવન મલ્હોત્રા અને ગરિમા વિક્રાંત સિંહ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મનું સંગીત મીત બ્રધર્સે આપ્યું છે અને ફિલ્મનાં સિનેમેટોગ્રાફર વિષ્ણુ રાવ છે. આ ફિલ્મ પહેલી ઓગસ્ટે થિએટરમાં રિલીઝ થવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter