ભારતીય સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને નૌકાદળની આન-બાન-શાન સમાન સ્ટીલ્થ ગાઈડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર ‘આઇએનએસ વિશાખાપટ્ટનમ’ ટી-5458ની મુલાકાત લીધી હતી અને તેના ડેક પર જોશપૂર્ણ પોઝ આપ્યો હતો. બચ્ચને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ મુલાકાતનો ફોટો શેર કરતાં એક હૃદયસ્પર્શી નોંધ લખી હતી. જેમાં તેમણે ભારતીય સશસ્ત્ર દળો અને રાષ્ટ્ર પ્રત્યેની તેમની અવિરત સેવા બદલ પ્રશંસા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.