મુંબઇઃ ‘આઇફા’ એવોર્ડ 2026ના વિજેતાઓની યાદીમાં ‘ધુરંધર’ છવાઇ ગઇ છે. આ સુપરડુપર હીટ ફિલ્મે બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર સહિત વિવિધ કેટેગરીમાં કુલ 12 એવોર્ડ જીત્યા છે.
શનિવારે રાત્રે ‘આઇફા’ (ઇન્ટરનેશનલ ઇંડિયન ફિલ્મ એકેડેમી)ની વેબસાઇટ પર વિજેતાઓના નામની યાદી જાહેર કરાઇ હતી.
‘ધુરંધર’ દિગ્દર્શક આદિત્ય ધરને બેસ્ટ ડિરેક્ટર ઉપરાંત બેસ્ટ સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સનો અવોર્ડ પણ મળ્યો હતો. જ્યારે રણવીર સિંહને બેસ્ટ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ‘સૈયારા’ માટે અનીત પડ્ડાને બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો.
ડિજિટલ કેટેગરીમાં ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ બેસ્ટ વેબ સિરીઝ જાહેર થઇ હતી અને તેનાં દિગ્દર્શન માટે આર્યન ખાનને બેસ્ટ વેબ સિરીઝ ડિરેક્ટરનો અવોર્ડ મળ્યો હતો.
‘આઇફા’ 2026ના મુખ્ય વિજેતાઓ
પોપ્યુલર કેટેગરી
બેસ્ટ ફિલ્મ: ‘ધુરંધર’
બેસ્ટ ડિરેક્ટર : આદિત્ય ધર - ‘ધુરંધર’
બેસ્ટ એક્ટર: રણવીર સિંહ- ‘ધુરંધર’
બેસ્ટ એક્ટ્રેસ: અનીત પડ્ડા - ‘સૈયારા’
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સંજય દત્ત - ‘ધુરંધર’
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ હુમા કુરેશી ‘જોલી એલએલબી-3’
બેસ્ટ નેગેટિવ રોલ: અક્ષય ખન્ના - ‘ધુરંધર
બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનઃ શાશ્વત સચદેવ - ‘ધુરંધર’
બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મઃ ‘અવતાર ફાયર એન્ડ એશ’
ટેક્નિકલ કેટેગરી
બેસ્ટ સિનેમેટોગ્રાફી: વિકાસ નૌલખા - ‘ધુરંધર’
બેસ્ટ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ડાયલોગ્સ:
આદિત્ય ધર - ‘ધુરંધર’
બેસ્ટ એડિટિંગ: શિવકુમાર વી. પાનિકર - ‘ધુરંધર’
બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ: આલોક ડે ‘છાવા’
ડિજિટલ કેટેગરી
બેસ્ટ વેબ સિરીઝ: ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’
બેસ્ટ વેબ સિરીઝ ડિરેક્ટર: આર્યન ખાન - ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’
બેસ્ટ પિક્ચર: ‘બારામુલ્લા’
બેસ્ટ ડિરેક્ટર: કરણ તેજપાલ - ‘સ્ટોલન’
બેસ્ટ એક્ટર: જયદીપ અહલાવત - ‘પાતાલ લોક 2’
બેસ્ટ એક્ટ્રેસ: તિલોત્તમા શોમ - ‘પાતાલ લોક 2’
બેસ્ટ ડોક્યુસિરીઝ: ‘ધ રોશન્સ’
બેસ્ટ રિયાલિટી શોઃ ‘ધ ટ્રેઇટર્સ’


