‘ઓહ! હેલ્લો, મને તમારી બહુ જ યાદ આવે છે’

Tuesday 02nd March 2021 03:39 EST
 
 

બીજા પુત્રના જન્મના સાત દિવસ બાદ કરીના કપૂર-ખાને સોશિયલ મીડિયામાં પોતાની પહેલી તસવીર શેર કરી છે, જેમાં તે સ્કાય બ્લુ રંગના ટોપ, હેટ તથા ગોગલમાં જોવા મળે છે. કરીનાએ કેપ્શનમાં કહ્યું હતું, ‘ઓહ! હેલ્લો, અહીં... તમારા બધાની બહુ જ યાદ આવી રહી છે.’ કરીનાએ ૨૧ ફેબ્રુઆરીના રોજ મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાને ૨૩ ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે, કરીના તથા સૈફે પોતાના બીજા દીકરાને દુનિયાની સામે ઈન્ટ્રોડ્યુસ કરવા માટે એક સ્પેશિયલ પ્લાનિંગ કર્યું છે. સૈફ તથા કરીના પોતાના બીજા બાળકને તૈમુરની જેમ મીડિયાની સામે ઈન્ટ્રોડ્યુસ કરશે નહીં. આ વખતે કરીના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં લાઈવ થઈને નાનકડા દીકરાને વર્ચ્યુઅલી ઈન્ટ્રોડ્યુસ કરાવશે. સૂત્રોના મતે, કરીના તથા સૈફે કોરોનાને કારણે આ નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મુંબઈમાં ફરીથી કોરોનાના કેસમાં વધારો થયો છે. સૈફે પરિવારની સલામતીને ધ્યાનમાં લઈને આ નિર્ણય કર્યો છે. એક્ટ્રેસ તરીકે ઓળખ બનાવ્યા બાદ કરીના હવે લેખક બનવા જઈ રહી છે. તેનું પહેલું પુસ્તક પ્રેગ્નન્સી પર આધારિત છે. પુસ્તકનું નામ ‘કરીના કપૂર-ખાન્સ પ્રેગ્નન્સી બાઇબલ’ છે. બુક આ વર્ષે લોન્ચ થશે. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ તૈમુરના ચોથા જન્મદિવસે કરીનાએ બુકનું કવરપેજ શેર કરીને આ વાતની માહિતી જાહેર કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter