‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘હેલ્લારો’

Tuesday 30th June 2020 17:58 EDT
 
 

૨૦૧૯માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને ભારત સરકારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે પસંદ કરી છે. કેન્દ્રિય સૂચના-પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતના પેવેલિયનનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું હતું. ગુજરાતી યુવક અભિષેક શાહે બનાવેલી અને મહિલા સશક્તિકરણની કથા રજૂ કરતી આ ફિલ્મ ભારતમાં નેશનલ સહિત ઘણા એવોર્ડ જીતી ચૂકી છે. ફ્રાન્સના કેન શહેરમાં સાત દાયકાથી ફિલ્મ ફેસ્ટિવલ યોજાય છે. આ વખતે ૭૩મો ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલમાં દર્શાવવા માટે દુનિયાભરમાંથી ફિલ્મો આવતી હોય છે. તેમાં ભારતીય ફિલ્મો તો લગભગ દર વર્ષે દર્શાવવામાં આવે જ છે, પરંતુ ગુજરાતી ફિલ્મ પસંદ થયાની ઘટના ઐતિહાસિક છે. ફેસ્ટિવલના ટાઈમટેબલ પ્રમાણે ૨૬મી તારીખે આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ભારતમાંથી કુલ બે ફિલ્મ પસંદ થઈ છે, જેમાં બીજી ફિલ્મ મરાઠી ભાષાની માઈ ઘાટ છે. આ ફેસ્ટિવલમાં વિવિધ ફિલ્મોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. હેલ્લારો એવી કોઈ કેટેગરી માટે પસંદ નથી થઈ, માત્ર ત્યાં સ્ક્રિનિંગ માટે સિલેક્ટ થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter