‘કુછ કુછ હોતા હૈ’ ફેમ પરઝાન દસ્તુરની દુલ્હન બનશે ડેલના શ્રોફ

Monday 26th October 2020 12:03 EDT
 
 

શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં સાયલન્ટ સરદાર બનેલો બાળકલાકાર પરઝાન દસ્તુર લગ્નની ઉંમરે પહોંચી ગયો છે. પરઝાને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ડેલના શ્રોફ સાથે સગાઈ કરી હતી. તે સમયનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર તેણે શેર પણ કર્યો હતો અને લખ્યું અમે ફેબ્રુઆરી ૨૦૨૧માં લગ્ન કરવાના છીએ. પરઝાને તાજેતરમાં સોશિયલ મીડિયા પર લખ્યું છે કે જ્યારે તેણે હા પાડી હતી તે વર્ષનો સૌથી સુંદર દિવસ હતો. હવે માત્ર ૪ મહિના જ બાકી છે. પરઝાનની પોતાની ઓડિયો વિઝ્યુઅલ પ્રોડક્શન કંપની છે અને તે અભિનય ક્ષેત્રે પણ કાર્યરત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter