‘કુમકુમ ભાગ્ય’ ફેમ સંચિતા ઉગલેએ જીવન ટૂંકાવ્યું

Thursday 18th June 2026 07:04 EDT
 
 

ટીવી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’ની અભિનેત્રી સંચિતા ઉગલેએ રવિવારે આપઘાત કરી લેતાં ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સંચિતા મહારાષ્ટ્રના પાલઘરમાં માતા-પિતા સાથે રહેતી હતી. તેનો મૃતદેહ સાડી વડે સીલિંગ ફેન પર ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી. ઘટના સમયે તે ઘરમાં એકલી હતી. 30 વર્ષની સંચિતાએ ‘સાજન ઘર’, ‘વાગલે કી દુનિયા’, ‘દિલવાલી દુલ્હા લે જાયેગી’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. ‘કુમકુમ ભાગ્ય’માં તેણે ભજવેલા દિયા ટંડનના પાત્રે તેને ઘરે-ઘરે જાણીતી બનાવી હતી. આઘાતજનક વાત એ છે કે 2020માં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે પણ 14 જૂને જ જીવન ટૂંકાવ્યું હતું. સંચિતાએ વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’માં પણ કામ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર તેના 1.39 લાખ ફોલોઅર્સ છે. તેણે નિધનના કલાકો પહેલાં જ એક રીલ પોસ્ટ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter