‘કુલી’ માટે રજનીકાંતે અધધ ફી વસૂલી

Sunday 15th June 2025 07:15 EDT
 
 

વર્ષ 2025માં જે ફિલ્મની સૌથી વધુ રાહ જોવાઇ રહી છે તેમાં ડિરેક્ટર લોકેશ કનગરાજની ફિલ્મ ‘કુલી’નો પણ સમાવેશ થાય છે. ફિલ્મમાં સુપરસ્ટાર રજનીકાંત લીડ રોલમાં છે. એક અહેવાલ અનુસાર, રજનીકાંતે આ ફિલ્મ માટે રૂ. 150 કરોડની તોતિંગ ફી વસૂલી છે. હાલ આ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનના તબક્કામાં છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે. અતિ વિશાળ બજેટ સાથે બની રહેલી આ ફિલ્મ સાથેની અપેક્ષાઓ પણ આકાશને આંબે એટલી ઊંચી છે. તેમાં રજનીકાંત ઉપરાંત નાગાર્જૂન, ઉપેન્દ્ર, શૌબિન સાહિર, સથ્યરાજ અને શ્રુતિ હસન સહિતના કલાકારો છે. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મમાં આમિર ખાન પણ એક કેમિયો કરવાનો છે. રજનીકાંત અને લોકેશ કનગરાજ પહેલી વખત સાથે કામ કરવાના છે, તેથી પણ તેમના ચાહકો ઘણા ઉત્સાહીત છે. જે આ પહેલાં ‘કૈથી’, ‘માસ્ટર’, ‘વિક્રમ’ અને ‘લિઓ’ જેવી ફિલ્મ બનાવી ચુક્યા છે.

આ ફિલ્મની ટીમ ખાસ તકેદારી રાખે છે કે તેઓ ફિલ્મની કોઈ જ માહિતી કે ફિલ્મની વાર્તા અંગે કોઈ પણ માહિતી જાહેર ન થઈ જાય. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે એમાં પણ કેટલીક આછેરી ઝલક જ મળે છે, ફિલ્મની વાર્તા વિશે બહુ ખ્યાલ આવતો નથી. હવે એવા અહેવાલ આવી રહ્યા છે, જેનાથી અંદાજ આવે છે કે આ ફિલ્મ કેટલી મોટા બજેટમાં બની રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter