‘કેપ્ટન ઇંડિયા’માં કાર્તિક આર્યન

Friday 30th July 2021 10:08 EDT
 
 

કાર્તિક આયર્નને થોડા દિવસો પહેલાં કરણ જોહર ગ્રૂપની ફિલ્મોમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જોકે તેની પાસે આજે પણ પ્રોજેક્ટ્સની લાઈન છે. તે રોની સ્ક્રૂવાલા અને હરમન બાવેજા દ્વારા નિર્મિત અને હંસલ મહેતા દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં કામ કરવાનો છે. કાર્તિકની આ નવી ફિલ્મનું નામ કેપ્ટન ઈન્ડિયા છે. આ ફિલ્મમાં કાર્તિક પાયલોટની ભૂમિકા નિભાવવાનો છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનો ફર્સ્ટ લૂક શેર કરીને જાણકારી આપી છે. કાર્તિકે લખ્યું છે કે અમે ગર્વ અને સમ્માન સાથે તમારા માટે લઈને આવી રહ્યા છીએ, કેપ્ટન ઈન્ડિયા. કાર્તિકે આ ફિલ્મ વિશે જણાવતાં કહ્યું હતું કે કેપ્ટન ઈન્ડિયા પ્રેરણાદાયક અને રોમાંચકારી છે. આપણા દેશ સાથે જોડાયેલી આ ફિલ્મનો હિસ્સો બનવાનું મને ગર્વ થાય છે. દિગ્દર્શક હંસલ મહેતાએ જણાવ્યું હતું કે ફિલ્મ કેપ્ટન ઈન્ડિયા સત્યઘટનાથી પ્રેરિત છે. આમાં એક એવી પળને દર્શાવાશે જ્યાં એક વ્યક્તિ પોતાના દુઃખ અને પીડાને બાજુ પર મૂકીને હજારો લોકોનો જીવ બચાવે છે. નિર્માતાએ જણાવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસના પ્રારંભે શરૂ થવાની શક્યતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter