‘કેબીસી’ની 17મી સિઝનના હોસ્ટ પણ બિગ બી જ

Saturday 19th July 2025 10:25 EDT
 
 

જનરલ નોલેજ આધારિત રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’ની 17મી સિઝનની જાહેરાત કરાઈ છે. છેલ્લાં પચીસ વર્ષથી આ શો ચાલે છે અને તેની લોકપ્રિયતા યથાવત્ રહી છે. આ કાર્યક્રમની નવી સિઝન આવવાની હોય તેના થોડા દિવસો પહેલાં એવી અફવા સાંભળવા મળે કે અમિતાભની તબિયત સારી રહેતી નથી. આથી તેઓ નવી સિઝનનું સંચાલન નહીં કરે, પરંતુ દર વખતે બિગ બી નવા જુસ્સા સાથે શોની શરૂઆત કરે છે. આ અતિ લોકપ્રિય શોની 17મી સિઝનની જાહેરાત પૂર્વે પણ આવું જ બન્યું હતું. જોકે બધી વાતો ખોટી પુરવાર થઇ છે. સોની એન્ટરટેઈનમેન્ટના સોશિયલ મીડિયા ચેનલ પર કેબીસી 17નો પ્રોમો શેર કરાયો છે. આની શરૂઆત અભિમાની બિઝનેસમેનથી થાય છે જે ચંપલ પહેરીને મોંઘા કાર્પેટ પર બેઠેલા સેલ્સમેન પર ગુસ્સો કરતો જોવા મળે છે. બિઝનેસમેન કહે છે કે આ કાર્પેટ લંડનથી લાવ્યો છું, એના પર ગમે તે વ્યક્તિ બેસી જાય તે કઈ રીતે ચાલે.
જોકે બિઝનેસમેનની અક્કલ ઠેકાણે લાવવા માટે સેલ્સમેન કાર્પેટ શામાંથી બની છે તે જણાવે છે અને પછી તેના હાથમાં રૂ. 11 મૂકીને જતો રહે છે. ત્યાં જ અમિતાભની એન્ટ્રી થાય છે અને કહે છે, જ્યાં અક્કલ છે ત્યાં અક્કડ છે. બેકગ્રાઉન્ડમાં અમિતાભનો કેબીસીનો લૂક આવે છે અને તે કહે છે કે, 11મી ઓગસ્ટથી કેબીસીની 17મી સિઝન થઇ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter