અભિનેતા અક્ષય કુમાર હાલ તેની અપકમિંગ ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ને લઈને ચર્ચામાં છે ત્યારે આ સ્થિતિ વચ્ચે અક્ષય કુમારનો નવો લુક સામે આવ્યો છે જેમાં તે કથકલીના પોશાક અને હેવી મેક-અપમાં જોવા મળી રહ્યો છે. આ ફોટો પોસ્ટ કરતા લખ્યુંઃ આ માત્ર પોશાક નથી. તે પરંપરાનું, વિરોધનું, સત્યનું, આપણા રાષ્ટ્રનું પ્રતીક છે. સી. શંકરન નાયર અંગ્રેજોને શસ્ત્રોથી લડત નહોતી આપી. તેમણે કાયદા દ્વારા બ્રિટિશ સામ્રાજ્ય હલાવી દીધુ હતું. અમૃતસરમાં થયેલા જલિયાંવાલા બાગ હત્યાકાંડની સ્ટોરી પર આધારિત છે. જે 18 એપ્રિલ 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.