‘ક્યું કિ સાસ...’ના બીજા ભાગમાં સ્મૃતિનું પુનરાગમન કન્ફર્મ

Friday 25th April 2025 09:07 EDT
 
 

થોડા સમય પહેલાં ચર્ચા ચાલી હતી કે એકતા કપૂર ‘ક્યું કિ સાસ ભી કભી બહુ થી’નો બીજો ભાગ બનાવી રહી છે. હવે ખુદ એક્તા કપૂરે આ વાત કન્ફર્મ કરી છે. તાજેતરમાં એક મીડિયા સંવાદમાં તેણે કહ્યું હતું કે ‘ક્યું કિ સાસ ભી કભી બહુ થી’ સિરિયલ બહુ લોકપ્રિય બની હતી. તેના 2000 એપિસોડ પૂર્ણ થયા ત્યારે 150 એપિસોડ બાકી રાખ્યા હતા, જે હવે અમે ફરી લાવી રહ્યા છીએ. સ્મૃતિ ઈરાનીનાં પુનરાગમનને કન્ફર્મ કરતાં તેણે કહ્યું હતું કે અમે એક રાજકારણીને ફરી મનોરંજનનાં ક્ષેત્રમાં લાવી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે આ શોમાં તુલસી વિરાણી તરીકે સ્મૃતિનાં પાત્રને બહુ લોકપ્રિયતા મળી હતી. આ લોકપ્રિયતાના આધારે જ સ્મૃતિ ઈરાનીએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને સંસદ સભ્ય તરીકે ચૂંટાયા બાદ કેન્દ્રીય મંત્રીનું પદ પણ મેળવ્યું હતું. દરમિયાન ટીવી જગતમાં ચાલતી ચર્ચા અનુસાર મિહિરના રોલ માટે અમર ઉપાધ્યાય તથા રોનિત રોય બંને સાથે વાતચીત ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter