‘ક્વીન નંદીની’ ઐશ્વર્યા

Wednesday 13th July 2022 08:17 EDT
 
 

મણિરત્નમની આગામી ફિલ્મ ‘પોન્નિયિન સેલવન-1’નું થોડા દિવસો પહેલાં મોશન પોસ્ટર રિલીઝ કર્યા બાદ હવે મેકર્સ દ્વારા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર એકટ્રેસ ઐશ્વર્યા રાયનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. પોસ્ટરમાં ઐશ્વર્યાના બ્યુટીફૂલ લૂકે લોકોને કાયલ કરી દીધા છે. પાઝુવૂરની રાણીનાં પાત્રમાં ઐશ્વર્યા રાય-બચ્ચન ખૂબ સુંદર લાગી રહી છે. ઐશ્વર્યા પર ટ્રેડિશન લૂક ખૂબ જ સૂટ થઈ રહ્યો છે. તેની સુંદરતાની સાથે તેની કાતિલ આંખોએ લોકોને વધારે પ્રભાવિત કર્યા છે. ક્વીન નંદીનીના પાત્રમાં ઐશ્વર્યા એકદમ બંધ બેસી રહી છે. બે પાર્ટમાં રજૂ થનારી થઈ રહેલી આ ફિલ્મનો પ્રથમ ભાગ 30 સપ્ટેમ્બરે થિયેટરમાં હિન્દી, તમિલ સહિતની પ્રાદેશિક ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મમાં વિક્રમ અને કાર્થીનો લૂક પહેલાંથી જ જાહેર થઇ ગયો છે. આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોંઘી ફિલ્મ હોવાના અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter