વેબ સિરીઝ ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રી ગેહના વશિષ્ઠની તાજેતરમાં પોલીસે પોર્ન વીડિયો બનાવવાના આરોપસર ધરપકડ કરી હતી. ગેહના પર આરોપ છે કે, તેણે ૮૭ પોર્ન વીડિયો બનાવ્યા છે. જોકે, ગેહનાની ટીમે નિવેદન રિલીઝ કર્યું છે તેમાં જણાવ્યું છે કે, ગેહના કોઈ પણ પોર્ન રેકેટમાં સામેલ નથી. ક્રાઈમ બ્રાંચની પ્રોપર્ટી સેલે એક વેબસાઈટ પર એડલ્ટ વીડિયો શૂટ કરવાનો તથા અપલોડ કરવામાં કથિત ભૂમિકા ભજવવા બદલ ગેહનાની ધરપકડ કરી હતી. પોલીસ અન્ય એક મોડલ, ચરિત્ર અભિનેત્રી તથા અન્ય પ્રોડક્શન હાઉસની ભાગીદારીની પણ તપાસ કરી રહી છે. કોર્ટે ગેહનાને ૧૦ ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી હતી.
મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે, ગેહનાએ ૮૭ પોર્ન વીડિયો બનાવ્યા છે અને પોતાની વેબસાઈટ પર અપલોડ કર્યાં છે. વીડિયો જોવા માટે સબસ્ક્રિપ્શનની જરૂર પડે છે. તેનો ચાર્જ રૂ. ૨૦૦ રાખ્યો હતો.
ગેહનાની ટીમે કહ્યું કે, ગેહનાને એક વર્ષમાં ચાર વાર હૃદયરોગનો હુમલો આવ્યો છે. તેને અસ્થમાની બીમારી છે અને તેનું સ્વાસ્થ્ય ઘણું જ નાજુક છે. મુંબઈ પોલીસે માનવતાથી તેની સાથે વર્તન કરવાની જરૂર છે. તે અપરાધી નથી. તેણે કોઈ પોર્નોગ્રાફીમાં કામ કર્યું નથી. રાજ્યે કોઈ પણ કલાકાર, ડિરેક્ટરની ક્રિએટિવિટી તથા કલાત્મક અભિવ્યક્તિમાં દખલગીરી કરવી જોઈએ નહીં.
ગેહના વશિષ્ઠ ઉર્ફે વંદના તિવારી સંપૂર્ણ નિર્દોષ છે. પોતાની કંપની જીવી સ્ટૂડિયોની પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર તરીકે તેણે માત્ર એવી જ ફિલ્મનું નિર્માણ તથા ડિરેક્શન કર્યું છે જે કાયદાકીય રીતે માન્ય છે. કેટલાંક લોકો તેને બદનામ કરવાનો પ્રયાસ કરે છે અને તેને ફસાવવામાં આવી રહી છે.


