‘ગબ્બર ઇઝ બેક’

ક્રાઇમ-એક્શન ફિલ્મ

Saturday 02nd May 2015 08:11 EDT
 
 

સરકારી તંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને કારણે અજયસિંહ રાજપૂત પાસેથી તેની નજીકની વ્યક્તિઓ ઝૂંટવાઈ જાય છે. અંતે ભ્રષ્ટાચાર સામે લડવા માટે એન્ટી કરપ્શન ફોર્સ (એસીએફ)ની રચના કરે છે. અજયસિંહ કઈ રીતે ગબ્બર બનીને એસીએફની રચના કરે છે તેની પાછળ એક કહાની છે. એક સમય હતો જ્યારે પ્રોફેસર અજયસિંહ સુખી દાંપત્યજીવન વિતાવી રહ્યા હતા. એક દિવસ અજયસિંહની દત્તક દીકરી બીમાર પડે છે. દીકરીને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ હોસ્પિટલમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારને કારણે યોગ્ય સારવાર ન મળતાં તેનું મૃત્યુ થાય છે. ભ્રષ્ટાચાર માટે જવાબદાર વ્યક્તિને સજા આપવા માટે અજયસિંહ તેમના વિદ્યાર્થીઓ સાથે મળીને એસીએફની રચના કરે છે. જે ઘરમાં અજયસિંહ રહેતા હોય છે, તે નબળા બાંધકામને પરિણામે તૂટી પડે છે. જેમાં અજયસિંહનાં પત્ની અને પુત્રીનું મૃત્યુ થાય છે. બાંધકામ દરમિયાન થયેલા ભ્રષ્ટાચારને કારણે ઘર તૂટી પડયું હોય છે. આ ભૂતકાળને પરિણામે પ્રોફેસર અજયસિંહ બની જાય છે, ગબ્બર! પરંતુ કોઈ નથી જાણતું કે ‘ગબ્બર’ કોણ છે?

સરકાર એસીએફના સભ્યોને અને ગબ્બરને પકડવા માટે દબાણ કરે છે અને પોલીસને સફળતા મળે છે. ગબ્બર પોતાના સાથીઓને બચાવવા પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરે છે. ભ્રષ્ટ અધિકારીઓની હત્યા બદલ કોર્ટ ગબ્બરને મૃત્યુદંડની સજા ફરમાવે છે. ગબ્બરને કારણે ભ્રષ્ટાચાર પર અંકુશ આવ્યો હોય છે. હવે આગળની કહાની જાણવા આ ફિલ્મ જોવી રહી.

---------------------

નિર્માતાઃ સંજય લીલા ભણશાળી

દિગ્દર્શકઃ ક્રિશ

સંગીતકારઃ ચિરંતન ભટ્ટ, યોયો હની સિંહ, મંજ મુસિક

ગીતકારઃ મનોજ યાદવ, યોયો હની સિંહ, સાહિલ કૌશલ, કુમાર વગેરે

ગાયકઃ અરિજિત સિંહ, પલક મુચ્છલ, યોયો હની સિંહ, દેવ નેગી વગેરે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter