‘ગલીબોય’ ફેમ રેપર ધર્મેશનું નિધન

Thursday 31st March 2022 07:03 EDT
 
 

‘ગલીબોય’ ફેમ રેપર ધર્મેશ પરમારનું ૨૪ વરસની વયે નિધન થતાં બોલિવૂડમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મુંબઇના દાદરમાં રહેતો અને ચાહકોમાં ‘MC તોડફોડ’ના નામે જાણીતો આ યુવા રેપર અનેક બીમારીથી પીડાતો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત તેને સ્ટ્રોક પણ આવ્યો હતો, જે જીવલેણ નીવડયો હતો. હિન્દી અને ગુજરાત રેપ સોંગ્સ માટે જાણીતા ધર્મેશે ‘ગલીબોય’માં ‘ઇન્ડિયા ૯૧...’ ગીતને કંઠ આપ્યો હતો. ધર્મેશના અવસાનની જાણકારી તેના જ બેન્ડ સ્વદેશી મૂવમેન્ટે સોશ્યલ મીડિયા પર આપી છે. આ સમાચાર સાંભળતાં જ ‘ગલીબોય’ના લીડ એકટર રણવીર સિંહ, કો-સ્ટાર સિદ્ધાંત ચતુર્વેદી અને ડાયરેકટર ઝોયા અખ્તરે શોક વ્યક્ત કર્યો હતો.
રણવીરે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર ધર્મેશની તસવીર પર તૂટેલા દિલવાળું ઇમોજી જોડ્યું હતું. જ્યારે ઝોયાએ MC તોડફોડની એક જૂની તસવીર શેર કરીને લખ્યું હતુંઃ તું બહુ જલદી જતો રહ્યો. હું આભારી છું કે રસ્તામાં આપણો સાથ રહ્યો હતો. રેસ્ટ ઇન પીસ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter