‘ડ્રામા ક્વીન્સ’નું હમ સાથ - સાથ હૈ...

Wednesday 22nd February 2023 11:54 EST
 
 

એકબીજા સામે અવારનવાર વિવાદાસ્પદ નિવેદન કરતી રહેતી રાખી સાવંત - શર્લિન ચોપરા વચ્ચે સમાધાન થઈ જતાં સોશિયલ મીડિયા યૂઝર્સે બન્નેને ‘ડ્રામા ક્વીન’ ગણાવીને ટ્રોલ કરી છે. રાખી સાવંત તથા શર્લિન ચોપરા વચ્ચે 36નો આંકડો હતો, પરંતુ હવે બંને સારા મિત્રો બની ગયા છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં બંનેના વીડિયો વાઇરલ થયા છે. જેમાં શર્લિન પોતાની નવી મિત્ર રાખીને ફૂલ આપે છે અને રાખીના ગાલ પર કિસ કરે છે. તો રાખી શર્લિનની માફી માગતી જોવા મળે છે. શર્લિને એમ કહ્યું હતું કે આ મિત્રતા હવે ક્યારેય તૂટશે નહીં. શર્લિનની સામે જોઈને રાખીએ કહ્યું હતું. ‘પ્રેમ થયો ને લગ્ન કરી લીધા. કંઈ જ ખબર ના પાડી અને બરબાદ થતી ગઈ.’ રાખીની વાત સાંભળીને શર્લિને કહ્યું હતું, ‘અમારી મુલાકાત નવમી ફેબ્રુઆરીની સાંજે થઈ હતી. મેં રાખીને પૂછ્યું કે તને તારો રાજકુમાર મળ્યો હોવા છતાં ખુશ કેમ નથી? મને ત્યારે ખબર પડી કે આનો રાજકુમાર તો દુનિયાનો સૌથી મોટો ઠગ છે અને તે લોકોને બેવકૂફ બનાવે છે.
તે લોકો સાથે છેતરપિંડી કરે છે.’ શર્લિને વધુમાં કહ્યું હતું. ‘જ્યારે રાખીએ મને કહ્યું કે મૈસૂરમાં એક ઈરાની યુવતીનું આદિલે યૌન શોષણ કર્યું છે તો આ સાંભળીને મારા રુંવાડા ઊભા થઈ ગયા હતા. મને લાગ્યું કે યાર, આ વ્યક્તિએ કેટલી માહિલાઓ સાથે ખોટું કર્યું છે.’ ઉલ્લેખનીય છે કે રાખી-શર્લિન ભૂતકાળમાં એકબીજા વિરુદ્ધ અનેક વાર બોલતા જોવા મળી હતી. હવે આ બંનેની મિત્રતા જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સને પણ નવાઈ લાગી છે. એક યૂઝરે કહ્યું હતું, ‘એક સમયે બંને એકબીજાની જાની દુશ્મન હતી, પરંતુ આજે પાક્કી બહેનપણી બની ગઈ.’ અન્ય એકે કમેન્ટ કરી હતીઃ ‘બંને એક નંબરની ડ્રામેબાજ છે.’ ત્રીજાએ વળી એવી કમેન્ટ કરી હતીઃ ‘બંને ડ્રામા ક્વીન એક જ ફ્રેમમાં.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter