‘તારક મહેતા કા...’ યુટ્યુબ પર ૪૫ બિલિયન વ્યુઅર્સ

Thursday 01st April 2021 05:29 EDT
 
 

સબ ટીવીની લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના યુટ્યુબ વ્યુઅર્સની સંખ્યા ૪૫ બિલિયનનો પણ આંક વટાવી ગઇ છે. મતલબ કે યુટ્યુબ પર મૂકાયેલી સિરિયલના એપિસોડ્સ, ક્લિપ્સ વગેરેને ટોટલ ૪૫ અબજથી વધારે દર્શકો મળ્યા છે. સિરિયલના ડિરેક્ટર માલવ રાજડાએ આ જાણકારી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને રજૂ કરી હતી.
રાજડાએ લખ્યું હતું કે તારક મહેતાના દર્શકો હવે હોલિવૂડ સિરીઝ મિસ્ટર બિસ્ટ અને પ્યુડિપડીના સંયુક્ત વ્યુઅર્સ કરતા વધી ગયા છે. જોકે તેમણે આ પોસ્ટમાં એ વાતે ફોડ નથી પાડ્યો કે આ વ્યુઅર્સ કેટલા સમયના છે, પરંતુ સબ ટીવીની ઓફિશ્યલ યુટ્યુબ ચેનલ ૨૦૦૭થી છે અને સિરિયલ ૨૦૦૮થી શરૂ થઇ હતી. આમ વ્યુઅર્સનો આ આંકડો સિરિયલની શરૂઆતથી આજ સુધીનો માની શકાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter