ટ્વિટર એકાઉન્ટ પર બ્લૂ ટીક પરત મળતાં અમિતાભ બચ્ચન ખુશ થયા છે અને તેમણે ટ્વિટરના સીઈઓ એલન મસ્કનો ઉત્તર પ્રદેશની દેશી સ્ટાઈલમાં આભાર માન્યો હતો.
અમિતાભ બચ્ચને પોસ્ટમાં લખ્યુ હતું કે, ‘એ મસ્ક ભૈયા! બહુત બહુત ધન્યવાદ દેત હૈ હમ આપકા. ઉ નીલ કમલ લગ ગવા હમાર નામ કે આગે... અબ કા બતાઈ ભૈયા! ગાના ગાય કા મન કરત હૈ હમાર! સનબો કા? એ લો સુનાઃ તુ ચીઝ બડી હૈ મસ્ક મસ્ક, તુ ચીઝ બડી હૈ મસ્ક.’ 1994માં રિલીઝ થયેલી અક્ષય કુમાર અને રવિના ટંડનની હિટ ફિલ્મ ‘મોહરા’ના જાણીતા ગીતનો બચ્ચને અલગ રીતે ઉપયોગ કર્યો હતો.
અમિતાભ બચ્ચને ટ્વિટર બ્લૂ ટિક પરત મેળવવા વિનંતી કરતાં લખ્યું હતું કે ‘હવે તો નાણાં પણ ભરી દીધા છે. તો મારા નામની આગળ બ્લૂ લોટસ (ટિક) પરત આપી દો. જેથી લોકોને ખબર પડે કે આ અમિતાભ બચ્ચન જ છે... હાથ જોડીને અગાઉ વિનંતી કરી છે, હવે શું તમારા પગે પડું?