‘દામિની ગર્લ’નો ન્યૂ લૂક

Saturday 05th March 2022 06:44 EST
 
 

એક સમયની ફેમસ એક્ટ્રેસ અને દામિની ગર્લ તરીકે જાણીતી મીનાક્ષી શેષાદ્વીએ તાજેતરમાં ટ્વિટર હેન્ડલ પર એક ફોટોગ્રાફ શેર કર્યો છે. જેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ છે. ૮૦ અને ૯૦ દાયકાની પોપ્યુલર એક્ટ્રેસ મીનાક્ષીએ નવા લૂકને શેર કરતાં જ ઝડપથી વાઇરલ થયો હતો. મીનાક્ષીએ પોસ્ટ પર રીએક્શન આપતાં યુઝર્સે ખૂબ વખાણ કર્યા હતા. કોઇકે તેને પોતાનો ક્રશ ગણાવી હતી તો કોઇકે કહ્યું હતું કે તે હજુ પણ ખૂબ જ સુંદર છે. મીનાક્ષીની સુંદરતાની વાત કરતાં ફેન્સે ‘હીરો’ અને ‘શહેનશાહ’ જેવી ફિલ્મોનો ઉલ્લેખ કર્યો હતો અને તેની સુંદરતાનો શાશ્વત ગણાવી હતી. બોલિવૂડની ટોચની એક્ટ્રેસ તરીકે સ્થાન ધરાવનાર મીનાક્ષીએ મેરેજ બાદ ગ્લેમર વર્લ્ડને અલવિદા કહ્યું હતું. હસબન્ડ હરીશ મૈસુર સાથે તે યુએસમાં સેટલ થઇ છે અને બે સંતાન સાથેનું હેપ્પી ફેમિલી છે. યુએસમાં તે ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ એકેડમી ચલાવે છે. ગયા વર્ષે મીનાક્ષીના નિધનની અફવા પણ ઊડી હતી. જોકે તેણે ડાન્સ પોઝ સાથેનો ફોટોગ્રાફ શેર કરીને અફવાઓનો જવાબ આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter