‘દેશી ગર્લ’ તરીકે જાણીતી અને હોલિવૂડમાં આગવી નામના મેળવનાર પ્રિયંકા ચોપરા તેની વેબ સિરીઝ ‘સિટાડેલ’ના પ્રમોશન માટે મુંબઈમાં છે. શુક્રવારે પ્રિયંકા તેની પુત્રી માલતી મેરી સાથે મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચી હતી. હળવા વાદળી રંગના પારંપારિક વસ્ત્રોમાં સજ્જ પ્રિયંકાએ દીકરીને ખોળામાં લઈને ભગવાન શ્રીગણેશના દર્શન કર્યા હતા અને તેમના આશીર્વાદ માગ્યા હતા. તેમજ પંડિતજી પાસે દીકરીના કપાળે તિલક કરાવ્યું હતું. પ્રિયંકા તેની પુત્રી સાથે પહેલી વાર ભારત આવી છે.