‘ધ કશ્મીર ફાઇલ્સ’ઃ હજુ તો વેબસીરિઝ બને તેટલું મટિરિયલ

Sunday 27th March 2022 05:44 EDT
 
 

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ દેશવિદેશમાં છવાઇ ગઇ છે અને બોક્સ ઓફિસ કલેકશનમાં દિનપ્રતિદિન ઉમેરો થઇ રહ્યો છે. જોકે આ ફિલ્મમાં તો કાશ્મીરમાં આર્ટિકલ ૨૭૦ના નામે કાશ્મીરી પંડિયો પર થયેલા અત્યાચારો અને તેમના વિસ્થાપનની દર્દનાક કહાણીનો એક હિસ્સો જ રજૂ થયો છે, ખરેખર તો અગ્નિહોત્રી પાસે આ જ વિષય પર એટલું મટિરિયલ છે કે તે એક વેબ સીરીઝ બનાવી શકે એમ છે. વિવેકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મના રિસર્ચમાં જ તેમને ચાર વરસ લાગ્યા હતા અને હજી પણ તેમની પાસે એટલું બધું મટિરિયલ છે કે તેના પરથી એક આખી વેબસીરિઝ બનાવી શકે એમ છે. તેમણે કહ્યું હતું કે ‘હું હાલ તેના પર વિચારું છું, અને વેબસીરિઝ બનાવું પણ ખરો. આ ફિલ્મ બનાવતી વખતે હું જેમ જેમ વિષયમાં ઊંડો ઊતરતો ગયો તેમ તેમ મને જાણ થતી ગઇ કે કાશ્મીરી હિંદુઓની સાથે કેટલા ખરાબ અત્યાચાર થયા છે.’ કાશ્મીરી પંડિતોની પીડાને વાચા આપતી ફિલ્મને ક્રિટિક્સ અને ઓડિયન્સ બન્નેના પોઝિટિવ રિવ્યુ મળી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter