‘ધ બિગ બૂલ’ અભિષેકનું આગમન

Saturday 27th March 2021 06:09 EDT
 
 

અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ધ બિગ બુલ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટીઝર આવ્યા બાદથી જ અભિષેકના ચાહકો ટ્રેલરની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા અને તેમનો ઇંતઝાર ફળ્યો છે તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. અભિષેકના દમદાર અભિનયે દર્શકોના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ ફિલ્મ ૧૯૯૨ના બહુચર્ચિત હર્ષદ મહેતા સ્કેમ આધારિત છે, અને અભિષેકે હર્ષદ મહેતાનો રોલ ભજવ્યો છે.
આઠમી એપ્રિલે ડિજિટલ પ્લેટફોર્મ ડિઝનીહોટસ્ટાર પર રિલીઝ થઇ રહેલી આ ફિલ્મના ૩ મિનિટ ૮ સેકન્ડના ટ્રેલરમાં ચાહકોને અભિષેકનો લુક તથા અંદાજ ઘણા જ પસંદ આવ્યા છે. ઈલિયાના ડિક્રૂઝ ફિલ્મમાં જર્નલિસ્ટના રોલમાં જોવા મળે છે. ‘ધ બિગ બુલ’ના ટ્રેલરમાં દમદાર સંવાદો સાંભળવા મળ્યા હતા. આ સાથે જ દર્શકોને અભિષેક તથા ઈલિયાનાની કેમિસ્ટ્રી જોવા મળી હતી. ટ્રેલરમાં અભિષેક ઉપરાંત અન્ય કલાકારોની દમદાર એક્ટિંગ જોવા મળી છે. આમ તો આ ફિલ્મ ગયા વર્ષે થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ લોકડાઉનને કારણે રિલીઝ થઈ શકી નહોતી. ‘ધ બિગ બુલ’ ક્રાઈમ ડ્રામા ફિલ્મ છે અને તેને અજય દેવગન તથા આનંદ પંડિતે પ્રોડ્યૂસ કરી છે તો કૂકી ગુલાટીએ ડિરેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે અભિષેકે હાલમાં સુજોય ઘોષની ફિલ્મ ‘બોબ વિશ્વાસ’નું પણ શૂટિંગ પૂરું કર્યું હોવાના અહેવાલ છે. આ ફિલ્મમાં તે ચિત્રાંગદા સિંહ તથા અમર ઉપાધ્યાય સાથે જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter