‘બિગ બી’ ફરી કોરોના પોઝિટિવ

Tuesday 30th August 2022 10:06 EDT
 
 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એક વાર કોરોના સંક્રમિત થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપતાં જ ફેન્સ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું, ‘હું થોડા સમય પહેલા જ કોરોના પોઝિટિવ થયો છું, જે લોકો મારા સંપર્કમાં  આવ્યા છે. તેઓ કૃપા કરીને પોતાનો ટેસ્ટ કરાવો.’ આ બીજી વખત છે જ્યારે અમિતાભનો કોરોના ટેસ્ટ પોઝિટવ આવ્યો છે. અગાઉ જુલાઇ 2020માં પણ તેઓ કોરોના વાઇરસની લપેટમાં આવ્યા હતા. તે સમયે પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધુ ઐશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યા બચ્ચન પણ સંક્રમિત થયા હતા. હવે તેમને ફરીથી ચેપ લાગવાથી સવાલ એ ઊભો થાય છે કે શું તેની અસર’ કૌન બનેગા કરોડપતિ-14 પર પડશે? આ શોનું શુટિંગ પ્રભાવિત થઇ શકે છે. આથી કેબીસીના મેકર્સને પણ ઘણું નુકસાન થઇ શકે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો બિગ બી આગામી દિવસોમાં ‘ધ ઇન્ટર્ન,’ ‘પ્રોજેક્ટ કે’ અને ‘ઊંચાઇ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે. તેઓ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ મહત્વના રોલમાં છે. તેઓ રામ્યા કૃષ્ણ સાથે ‘તેરા યાર હું મેં’માં પણ જોવા મળશે. આ સિવાય ‘આંખે 2’માં પણ મહત્વના રોલમાં જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter