‘બિગ બી’ના જૂનિયર આર્ટિસ્ટને વંદન

Saturday 19th March 2022 05:36 EDT
 
 

બોલિવૂડની અભિનેત્રીઓએ હોલીવૂડમાં પણ અભિનયના કામણ પાથરીને આગવું સ્થાન મેળવ્યું છે. હવે આ નામોમાં આલિયા ભટ્ટનું નામ ઉમેરાઇ રહ્યું છે. આલિયા આંતરરાષ્ટ્રીય સ્પાઇ થ્રિલરમાં મહત્વનો રોલ સાથે હોલીવૂડમાં ડેબ્યૂ કરશે. ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થનારી ‘હાર્ટ ઓફ સ્ટોન’ નામની ફિલ્મનું દિગ્દર્શન ટોમ હાર્પર કરવાના છે. ફિલ્મમાં ગેલ ગેડોટ એક ખતરનાક જાસૂસની ભૂમિકા ભજવી રહ્યા છે, અને તેણે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. જોકે આલિયા આ ફિલ્મમાં ક્યું પાત્ર ભજવી રહી છે તેના વિશે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
બોલિવૂડમાં બેક-ટુ-બેક સફળ ફિલ્મો આપનારી આલિયા ભટ્ટે ગયા વરસે જ હોલીવૂડમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો. તેણે એક અમેરિકન ટેલન્ટ એજન્સી વિલિયમ મોરિસ એન્ડવેર સાથે કરાર કર્યો હતો. આ પછી અભિનેત્રીને પોતાનો પ્રથમ પ્રોજેક્ટ મળ્યો છે.
‘હાર્ટ ઓફ સ્ટોન’ ઉપરાંત આલિયા ભટ્ટની આવનારી ફિલ્મોમાં ‘આરઆરઆર’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter